By sarthi support

રવિવાર, 16 મે, 2021

Gseb class 10 result kevi rite banashe | ધોરણ 10 પરિણામ 2021

 બોર્ડ ઈતિહાસમા પ્રથમવાર પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય,માર્કશીટમાં નહી લખાય માસ પ્રમોશન, ધોરણ 11માં વિદ્યાર્થીઓને નહી પડે મુશ્કેલી.


ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર


માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર


ધોરણ 10ની માર્કશીટમાં નહી લખાઈને આવે માસ પ્રમોશન 


કોરોનાની બીજી લહેરમાં સંક્રમણમાં વધારો થતા સીબીએસસી સહિતની શાળાઓ બંધ કરી દેવાઈ હતી અને તમામ બોર્ડની પરીક્ષાઓ મોકુફ રાખવાના આદેશ બાદ રાજ્ય સરકારે રદ કરી દીધી હતી જે બાદ સરકારે ધોરણ 10 રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની નિર્ણય કર્યો હતો. બોર્ડ ઈતિહાસમા પ્રથમવાર પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.

 

માર્કશીટમાં નહી લખાઈ માસ પ્રમોશન    

ધોરણ 10ના શાળામાં ભણતા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે તેમના માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. જેમાં માસ પ્રમોશન લેનાર વિદ્યાર્થીઓની માર્કશીટમાં માસ પ્રમોશન લખાશે નહી,  શાળાએ લીધેલી કસોટીના આધારે વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર થશે. જેથી વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ મેળવવા માટે મુશ્કેલી ન પડે. રાજ્ય શાળા સંચાલક મહામંડળના ભાસ્કર પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકારના માસ પ્રમોશનના આ નિર્ણયથી ધોરણ 10ના 8.૩7 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓએ ફાયદો થશે.  તેમજ ધોરણ 11માં  પ્રવેશ મેળવા જતા વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી પણ નહી પડે સીધા જ 11 ધોરણમાં પ્રવેશ મેળવી શકશે


ધોરણ 12માં પરીક્ષાઓ લેવામાં આવશે

જ્યારે ધોરણ 12 પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે પરંતું કોરોના સ્થિતિ નિયંત્રણમાં આવતા જ પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 12ની પરીક્ષા લેવામાં આવશે તેવું રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું છે, મુખ્યમંત્રીએ નિવદેન આપતા જણાવ્યું હતું કે ધોરણ 12માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં નહી અપાય, મહત્વનું છે ધોરણ 12 કારર્કિદી માટે અગત્યનું હોય છે જેથી પરીક્ષા લેવાશે..કોરોના પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી જ ધોરણ 12ની પરીક્ષા લેવાશે. આ પહેલાં દર  વર્ષે નિયમિત રીતે માર્ચ મહિનામાં લેવાતી બોર્ડ પરીક્ષા લેવાતી હતી પરંતું આ વર્ષે કોરોનાને લીધે પરીક્ષા મોકૂફ રખાઈ હતી પરતું હવે ધોરણ 10માં માસ પ્રમોશન આપી દેવાયું છે જ્યારે ધોરણ 12માં કોરોના સ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પરીક્ષાઓ લેવામાં આવનાર છે.

ADS 1

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

વિધાર્થીઓ માટે

WHATSAPP

gifs website

Popular Posts

લેબલ્સ